Corona Can't Stop Us

Hello folks,
This is my first write up in Gujarati Language. Hope, you will like it.
Please excuse my grammar.

કોરોના અમને રોકી શકતી નથી ..... હકારાત્મકતા એ સમયની જરૂરિયાત છે ....

આજનાં કિશોરો 15 વર્ષ પછી જ્યારે કોવિડ 19 વિશે વાત કરશે ત્યારે  યાદ કરશે કે આવા નકારાત્મક તેમજ  ભયભીત દિવસોમાં પણ તેઓ સકારાત્મક રહ્યા હતા જે  તેઓ ટેનિસ તાલીમ માંથી શીખ્યા હતા

હું આ લેખ વર્તમાન કટોકટીની સ્થિતિને કારણે લખી રહ્યો છું. આ નકારાત્મક વાતાવરણ માં હું કંઈક હકારાત્મક ફાળો આપવા માંગુ છું.  કારણ કે આ ઇન્ફોરમેશન યુગ માં પણ હકારાત્મક લેખ ઓછા વાંચવા મળે છે

20 મી માર્ચ 2020, શુક્રવાર, રાત્રે ૯ વાગે માસ્ટર ટેનિસ એકેડેમીના ખેલાડીઓએ તેમની ટેનિસ પ્રેક્ટિસ પૂરી કરી હતી અને તેમને જાણ કરવામાં આવ્યું  હતું કે કોરોના 19 ના કારણે આવતીકાલથી એકેડેમી બંધ રહેશે.

એકેડેમીના મુખ્ય કોચ તરીકે મને વિચાર આવયો  કે હું મારા ખેલાડીઓનું સ્તર કેવી રીતે જાળવી રાખીશ. મને ચિંતા હતી કે જો આવા થનગનતા અને પોતાના સ્પોર્ટ્સ માટે ઉત્સાહી ખેલાડીઓ ને ૨૪ કલાક ઘર માં રહેવાનો વારો આવે તો તેઓ  નિરુત્શાહ થઇ જશે અને ફિટનેસ ગુમાવી દેશે

આ સમય માં મારો વિશાળ અનુભવ કામ માં આવ્યો

ખેલાડી  ઓ ને એકાગ્ર રાખવા માટે બે  વસ્તુ ની જરૂર છે, પહેલું
મસલ મેમરી (Muscle  Memory )   અને બીજું  ડોપામાઈન  (Dopamine )

મસલ મેમરી શું છે ?

કોઈ પણ  કાર્ય  ના પુનરાવર્તનથી મસલ મેમરી  થાય છે (માયેલિન થિયરી પણ લાગુ પડે છે)

 ડોપામાઈન શું છે (Dopamine)  ?

ડોપામાઇન (ડોપામાઇન એક હોર્મોન છે અને મગજમાં ન્યુરોટ્રાન્સમીટર તરીકે કામ કરે છે) નું મુખ્ય કાર્ય છે વ્યકતિ ને ખુશ અને પ્રેરિત રાખવાનું છે. આ કારણે વ્યક્તિ ની મેમરી પણ સુધરે છે

માસ્ટર ટેનિસ એકેડમીમાં મોટાભાગના પ્લેયર "હું તે કરી શકું છું" "I Can Do It" ના મોડ માં હોય છે કારણ કે હું એક ભાવનાત્મક વ્યક્તિ છું, હું મારા હૃદયથી પ્લયેરો ને કોચ કરું છું। ઉપરાંત હું મારા ખેલાડીઓ પર વિશ્વાસ કરું છું - પ્લયેરો મારામાં વિશ્વાસ રાખે છે

કોચના ટ્રેનિંગ પ્રોગ્રામ પરના  વિશ્વાસ અને બોન્ડિંગ ના કારણે માસ્ટર ટેનિસ એકેડેમી ના પ્લેયર્સ આ લોકડાઉન  ના સમયે પણ રોજના ૩ કલાક નો સમય શારીરિક કસરત , માનસિક તંદુરસ્તી  અને ટેનિસ કુશળતા પર  આપે છે

લોકડાઉન ટ્રેનિંગ પ્રોગ્રામ 

સવારના ૬/૩૦ વાગે યોગ અને પ્રાણાયમ પ્લેયર્સ  માટે ફરજિયાત છે। ખેલાડીઓ ને તાલીમ સંબંધિત જરૂરી માહિતી વિડિઓઝ અને ઓડિયો  દ્વારા આપવામાં આવે છે.

દર બુધવાર અને  ગુરુવાર એ એક 'ચેલેન્જ સિરીઝ' રાખીએ છીએ  જેમાં પ્લેયર ને કાર્ય (Task )  આપવા માં આવે છે જે સ્પર્ધાત્મક હોય છે. કેટલાક સહભાગીઓ માટે સ્પર્ધા મનોરંજક છે, અન્ય લોકો માટે તેમની શ્રેષ્ઠતાને સાબિત કરવાની એક તક પણ છે. બીજું, સ્પર્ધા એ તમારા સાથીદારો સામે તમારી શારરિક અને માનસિક તાકાત ચકાસવાની એક આનંદપ્રદ રીત પણ છે।

ટેનિસના સંદર્ભમાં માનસિક ટ્રેનિંગના ભાગ રૂપે  ખેલાડીઓ  ને Affirmations અને  વિઝ્યુલાઇઝેશન કરવાનું હોય છે જે તેમને શીખવાડવામાં આવ્યું છે।

વધુમાં, લોકડાઉન પ્રોગ્રામમાં 30 મિનિટ માટે પ્રેરણાત્મક પુસ્તક રાત્રે ઊંઘતા પેહલા વાંચવાનું હોય છે।સૂવાના સમયે પુસ્તકોનું વાંચન તણાવ ઓછું  કરે છે અને સર્જનાત્મકતા અને સહાનુભૂતિ વધારે છે।

ખેલાડીઓને 'સાયન્સ ઓફ રાઇટિંગ'  મુજબ લખવાનું શીખવાડવામાં  આવ્યું છે। તેઓ ને  દરરોજ 100 જેટલા શબ્દો લખવાના  હોય છે। 'સાઇન્સ ઓફ રાઇટિંગ' વ્યક્તિત્વ બનાવવામાં મદદ કરે છે

માસ્ટર ટેનિસ એકેડેમી ના લોકડાઉન ટ્રેનિંગ  "હું" થી "અમે" પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે

MTAINs નું માનવું  છે  કે હમણાં "હું" ને "અમે" માં ફેરવવાનો સમય છે - દિમાગમાં, અભિવ્યક્તિઓમાં અને તેથી વધુ વર્તનમાં ..... કારણ કે ..... - કોરોના સામે લડવું એ એક ટીમની રમત છે! અમે એક ટીમ છીએ, એક એવી ટીમ જેમાં દરેકનું કાર્ય હોય છે, પોતાનું અંતર રાખીને એક બીજાને મજબૂત બનાવવું, હકારાત્મકતા વલણ અપનાવાનું !

જ્યારે કોરોના વાયરસ એક ઇતિહાસ થઇ જશે ત્યારે ટિમ સ્પિરિટ થી આપણે મોટા Hugs અને  High-Five કરીશું

Alex Gomes
Head Coach
The Gomesee Way
Master Tennis Academy (MTA)
Bhuj

Contact - alexgomesee@gmail.com
Mobile    9824060060

Post a Comment

0 Comments

About

{getWidget} $results={3} $label={recent}